શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
વૃંદાવનમાં રાસ રમવા આવીશ કે નૈ ?
જંગલમાં ચોપટ રમવા આવીશ કે નૈ ?
મથુરાની ગોપીઓની મટકી ફોડવા આવીશ કે નૈ ?
શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
યમુનાના જળમાં તરવા આવીશ કે નૈ ?
યમુનાના જળમાં ડૂબકી ખાવા આવીશ કે નૈ ?
ગોકુળમાં ગેડીદડો રમવા આવીશ કે નૈ ?
શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
ભીડ તું આવશે, સાથે રમશું સાથે જમશું,
ગોપીની મટકીનું માખણ ચોરી ખાશું.
આવી જા ભેળો આવી જા ખુબ જ મોજ કરશું.
શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
રાધાને બોલાવીને વાંસળી સંભળાવે છે.
ગોપીઓની સાથે આપણે રાસ રમવા છે.
ગોપીઓના ભાન ભુલાવી દેવા છે.
શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું.
અલગારી (જી. કે. ચાવડા)
