સામા પ્રવાહે ચાલવું કંઈ સહેલું નથી,
આગ સાથે ખેલવું કંઈ સહેલું નથી.
કભી ખુશી કભી ગમ,
પથરાયા કરે છે કંટકો અમારા રાહ પર.
એવા રાહ પર ચાલવું કંઈ સહેલું નથી,
શોલાથી ભડકતી આગમાં,
ચાલવું કંઈ સહેલું નથી.
આ સંઘર્ષ ભર્યા રાહ પર ચાલીને,
અન્યના સહચર બનીએ.
કોઈ નવી કેડી કંડારી શકું તો સારું.
અલગારી ( જી. કે. ચાવડા)
