ન કમાવાની ચિંતા,
ન મરવાની ચિંતા.
પ્રસન્નતા પૂર્વક ગુલાબ જુદા જુદા ફૂલો,
મ્હોરી ઉઠ્યા, મહેંકી રહ્યા.
ન દાદ છે, ન ફરીયાદ છે,
માત્ર પ્રકૃતિને સમર્પિત છે.
માનવ પણ પ્રેમથી કેમ ન જીવે,
અગર આવે મોત – મોજથી મરી જઈએ.
મળ્યો છે, આ અવસર જીંદગી જીવવાનો,
જુંદાદીલીથી જીવી લઈએ.
માગને માત્ર, ઈશ્વરને સમર્પિત થઈ,
આનંદથી થોડુંક જીવી લઈએ.
બને તો માતાજીને યાદ કરી લઈએ,
બને તો ગીરનારને યાદ કરી લઈએ.
અલગારી ( જી. કે. ચાવડા)
