જય ગિરનારી

અલગારી (ગજેન્દ્ર ચાવડા)નો કવિતાસંગ્રહ

Example Post for WordPress

This is a sample post created to test the basic formatting features of the WordPress CMS.

Subheading Level 2

You can use bold text, italic text, and combine both styles.

  1. Step one
  2. Step two
  3. Step three

This content is only for demonstration purposes. Feel free to edit or delete it.

કાનમાં કહ્યું

શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
વૃંદાવનમાં રાસ રમવા આવીશ કે નૈ ?
જંગલમાં ચોપટ રમવા આવીશ કે નૈ ?
મથુરાની ગોપીઓની મટકી ફોડવા આવીશ કે નૈ ?

શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
યમુનાના જળમાં તરવા આવીશ કે નૈ ?
યમુનાના જળમાં ડૂબકી ખાવા આવીશ કે નૈ ?
ગોકુળમાં ગેડીદડો રમવા આવીશ કે નૈ ?

શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
ભીડ તું આવશે, સાથે રમશું સાથે જમશું,
ગોપીની મટકીનું માખણ ચોરી ખાશું.
આવી જા ભેળો આવી જા ખુબ જ મોજ કરશું.

શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું,
રાધાને બોલાવીને વાંસળી સંભળાવે છે.
ગોપીઓની સાથે આપણે રાસ રમવા છે.
ગોપીઓના ભાન ભુલાવી દેવા છે.
શામળિયાએ મારા કાનમાં કંઈ કંઈ કહ્યું.

અલગારી (જી. કે. ચાવડા)

ચાલવું

ચાલવાની આળસ કાયમ આવતી હતી,
વહેલા ઉઠવાની પણ આળસ આવતી હતી,
પણ ના.

ડાયાબીટીસના રોગે
મને ચાલવાની અચૂક ટેવ પાડી.

સવારે વહેલા ઉઠવાની ટેવ પાડી,
ચાલવા સિવાય છૂટકો નથી.

કારણ કે આ રોગને
ચાલવા સિવાય કંટ્રોલ કરવો સહેલો નથી.

અલગારી

સંઘર્ષ

સામા પ્રવાહે ચાલવું કંઈ સહેલું નથી,
આગ સાથે ખેલવું કંઈ સહેલું નથી.

કભી ખુશી કભી ગમ,
પથરાયા કરે છે કંટકો અમારા રાહ પર.

એવા રાહ પર ચાલવું કંઈ સહેલું નથી,
શોલાથી ભડકતી આગમાં,
ચાલવું કંઈ સહેલું નથી.

આ સંઘર્ષ ભર્યા રાહ પર ચાલીને,
અન્યના સહચર બનીએ.

કોઈ નવી કેડી કંડારી શકું તો સારું.

અલગારી ( જી. કે. ચાવડા)

યાદ કરી લઉં

કિલકારી કરતા બાળકો સાથે,
બે ચાર ચીસ પાડી લઉં.

બેઠને દડો રમતા કિશોરો સાથે,
બે ઘડી રમત કરી લઉં.

ચણ ચણતા પારેવડાંને,
ફરરર કરતા ઉડાડી દઉં.

ગેલ કરતા વાછરડાંને,
જરાક બચકારી લઉં.

મહેકતા મોગરા – ગુલાબોને,
જરાક સ્પર્શી લઉં.

ટહુકતા મોરલાનો સાદ,
જરાક સાંભળી લઉં.

આંબા ડાળે ટહુકતી કોયલના,
સંગીતને જરાક માણી લઉં.

સૂફી સંત ફકીરના ભજનમાં,
અલગારીને યાદ કરી લઉં.

અલગારી ( જી. કે. ચાવડા)

જિંદાદિલી

ન કમાવાની ચિંતા,
ન મરવાની ચિંતા.

પ્રસન્નતા પૂર્વક ગુલાબ જુદા જુદા ફૂલો,
મ્હોરી ઉઠ્યા, મહેંકી રહ્યા.

ન દાદ છે, ન ફરીયાદ છે,
માત્ર પ્રકૃતિને સમર્પિત છે.

માનવ પણ પ્રેમથી કેમ ન જીવે,
અગર આવે મોત – મોજથી મરી જઈએ.

મળ્યો છે, આ અવસર જીંદગી જીવવાનો,
જુંદાદીલીથી જીવી લઈએ.

માગને માત્ર, ઈશ્વરને સમર્પિત થઈ,
આનંદથી થોડુંક જીવી લઈએ.

બને તો માતાજીને યાદ કરી લઈએ,
બને તો ગીરનારને યાદ કરી લઈએ.

અલગારી ( જી. કે. ચાવડા)

સર્વજ્ઞ

બાલગોપાલ સાથે ગેડીદડો રમે છે એ એ,
રાધા – ગોપીઓ સાથે રાસ રમે છે એ એ,

માતાની ગોદમાં સંતાય છે એ એ,
માને પોતાના મુખમાં,
બ્રહ્માંડના દર્શન કરાવે છે એ એ,

અને
ધર્મની લડાઈમાં અર્જુનનો રથ હાંકે છે એ એ.
ધર્મયુધ્ધ લડતાં લડતાં,
કર્મયોગ પ્રબોધે છે એ એ,
આધાત્મિક બોધ અર્પે છે એ એ.

એટલે તો એ સર્વજ્ઞ છે,
સર્વ શક્તિમાન પરમકૃપાળુ,
પરમાત્મા, કેશવ છે એ એ.

(જી. કે. ચાવડા) અલગારી

શુક્રગુજાર

શુક્રગુજાર છું હું પ્રભુ તારો કે,
વિના મુલ્યો પવન, પાણી,
પ્રકાશ અને અગન અર્પી છે મને.

શુક્રગુજાર છું હું પ્રભુ તારો,
પ્રેમ લાગણી વિશ્વાસ અને,
આનંદનો મહાસાગર તે,
વિના મુલ્યે મને આપ્યો છે.

શુક્રગુજાર છું હું પ્રભુ તારો કે,
હરી ફરી શકું છું
હાથ – પગ – હૈયુ સાબુત છે,
દિલથી પ્રેમ કરી પ્રેમ મેળવી શકું છું.

(જી. કે. ચાવડા) અલગારી

Experience a wide variety of slots and live dealer games with fast payouts and exclusive bonuses available now at https://test.com/ for seamless mobile play.