કિલકારી કરતા બાળકો સાથે,
બે ચાર ચીસ પાડી લઉં.
બેઠને દડો રમતા કિશોરો સાથે,
બે ઘડી રમત કરી લઉં.
ચણ ચણતા પારેવડાંને,
ફરરર કરતા ઉડાડી દઉં.
ગેલ કરતા વાછરડાંને,
જરાક બચકારી લઉં.
મહેકતા મોગરા – ગુલાબોને,
જરાક સ્પર્શી લઉં.
ટહુકતા મોરલાનો સાદ,
જરાક સાંભળી લઉં.
આંબા ડાળે ટહુકતી કોયલના,
સંગીતને જરાક માણી લઉં.
સૂફી સંત ફકીરના ભજનમાં,
અલગારીને યાદ કરી લઉં.
અલગારી ( જી. કે. ચાવડા)
