જય ગિરનારી

અલગારી (ગજેન્દ્ર ચાવડા)નો કવિતાસંગ્રહ

શુક્રગુજાર છું હું પ્રભુ તારો કે,
વિના મુલ્યો પવન, પાણી,
પ્રકાશ અને અગન અર્પી છે મને.

શુક્રગુજાર છું હું પ્રભુ તારો,
પ્રેમ લાગણી વિશ્વાસ અને,
આનંદનો મહાસાગર તે,
વિના મુલ્યે મને આપ્યો છે.

શુક્રગુજાર છું હું પ્રભુ તારો કે,
હરી ફરી શકું છું
હાથ – પગ – હૈયુ સાબુત છે,
દિલથી પ્રેમ કરી પ્રેમ મેળવી શકું છું.

(જી. કે. ચાવડા) અલગારી